વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો
વિકિપીડિયા થી
Contents |
[ફેરફાર કરો] હું ગુજરાતી માં કેવી રીતે લખું?
અંગ્રેજી વિકિપીડીયા પર અ વિષય પર એક સરસ લેખ છે. હાલ તુરત તેની ગુજરાતી અનુવાદ છે નહી. પરંતુ ભવિષ્યમાં આપણે તેવો જ લેખ અહિંયા બનાવી શકીએ છીએ.
[ફેરફાર કરો] વિકિપીડિયા પર કોણ કામ કરે છે?
આપણે બધાં જ! જી હા! :) વિકિપીડિયાના લગભગ બધાંજ લેખોને આપણે બધાજ સુધારી - વધારી શકીએ છે. વિકિપીડિયાની વૃદ્ધી કરવાની આજ એક બુદ્ધીશાળી યોજના છે.
[ફેરફાર કરો] પણ મને ખબર નથી હું શું કરું
કરવા લાયક કામ તો ઘણા છે, પણ તમને શું ગમે છે તેની પર આધાર છે. સૌ પ્રથમ તો અહિંયા પોતાનું એક યુઝ઼ર નેમ ઉભું કરો જેથી તેના દ્વારા તમે કામ કરી શકો અને અન્ય લોકો સાથે વાર્તાલાપ કરી શકો. પછી કશી સુઝ ન પડે ચોતરા પર લોકોને પુછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ત્યાં થોડા દિવસ સુધી જો જવાબ ન મળે તો વિકિપીડિયાના એક કાર્યકરસ્પંદન ને ઇ-મેઇલ કરી જુઓ.
[ફેરફાર કરો] પણ વિકિપીડિયા પર ગમે તે વ્યક્તિ તોડફોડ ન કરી શકે
વિકિપીડિયા નો કોઇ પણ લેખ કોઇ પણ વ્યક્તિ બદલી શકે છે. પણ અહિંયા સ્વયં સેવકો હાજરજ રહેતા હોય છે જેઓ કોઇ વ્યક્તિ ના ખરાબ લેખન ને સુધારવા કે કોઇ પણ પ્રકારની તોડફોડને અવળી કરી લેખોની કક્ષા સાચવી રાખે છે. તમે પણ તેમાં મદદરૂપ થઇ શકો છો. દરેક લેખની "ઈતીહાસ" તમે જોઇ શકો છો. આ લેખની પણ "ઈતીહાસ" છે. (આ લેખના મથાળે જ્યાં "ઈતીહાસ" લખ્યું છે ત્યાં ક્લિક કરો.