વડોદરા
વિકિપીડિયા થી
વડોદરા | |
રાજ્ય - જીલ્લા |
ગુજરાત - વડોદરા જીલ્લો |
અક્ષાંશ-રેખાંશ | |
વિસ્તાર | ૧૪૮.૨૨ km² |
ટાઇમ ઝોન | IST (UTC+5:30) |
વસ્તી(૨૦૦૫) - ગીચતા |
૨૫,૨૧,૦૦૦ - ૧૧,૬૮૨/કીમી² |
મેયર | શ્રી સુનીલ સોલંકી |
કોડ - ટપાલ - ટેલીફોન - વાહન |
- ૩૯૦ ૦xx - +૦૨૬૫ - GJ-06 |
વડોદરા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. તેનું જુનું નામ વટપદ્ર છે. વડોદરાનું નામ સંસ્કૃત 'વટસ્ય ઉદરે' ઉપરથી ઉતરી આવ્યું હોવાનું પણ્આ માનવામાં આવે છે. વિશ્વામિત્રી નદીને કિઇનારે ઘણા વડ (સંસ્કૃતઃ વટ વૃક્ષ)નાં ઝાડ હોવાથી, વડ હેઠળ વિકસેલું શહેર 'વટસ્ય ઉદરે' કળક્રમે અપભ્રંશ થતા થતા વડોદરા થઇ ગયું છે. અંગ્રેજીમાં લોકો ઘણીવાર તેને બરોડા(en:Baroda) કહીને પણ બોલાવે છે. આ નગર ગાયકવાડ વંશના મરાઠા રાજ્યનું પાટનગર હતું. ગુજરાતના તમામ શહેરોમાં વડોદરામાં મરાઠીઓનો સૌથી મોટો સમાજ જોવા મળે છે.
વસ્તીને આધારે વડોદરા, અમદાવાદ અને સુરત પછી ગુજરાતનું ત્રીજા ક્રમનું શહેર છે. વિશ્વામિત્રી નદીને કાંઠે વસેલું વડોદરા, વડોદરા જીલ્લાનું વહીવટી મથક છે અને ગુજરાત રાજ્યની સંસ્કાર નગરી તરીકે પ્રખ્યાત છે. વડોદરા જીલ્લાની ઉત્તરે પંચમહાલ તથા દાહોદ, દક્ષિણે ભરૂચ તથા નર્મદા,પશ્ચિમે આણંદ તથા ખેડા જીલ્લાઓ આવેલા છે. વડોદરા જીલ્લાની પૂર્વમાં મધ્ય પ્રદેશ રાજ્ય આવેલું છે.
વડોદરા ગુજરાતનું મહત્વનું ઔદ્યોગીક કેન્દ્ર પણ છે જેમાં પેટ્રોકેમીકલ્સ, ટેક્ષટાઇલ્સ તથા ઇજનેરી ઉદ્યોગો નો સમાવેશ થાય છે.અહિઆ સુઝલોન ગ્રુપ્ નુ મોટૉ પલાન્ટ (SE FORGE LTD)આવી રહયો છે.
ગુજરાતના મોટા શૈક્ષણિક કેન્દ્રોમાંનું એક મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય વડોદરામાં આવેલું છે. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય ની ફાઈન આર્ટસ કૉલેજ તથા ઇજનેરી કૉલજ (જે કલાભવનના નામે પણ ઓળખાય છે) વિશ્વવિખ્યાત છે.
વડોદરા શહેર પ્રાચીન અસ્મિતા તથા અઘ્યતન પ્રગતિશીલતા નો સમન્વય છે. ગાયકવાડના સમયનાં મહેલો, મંદિરો તથા સ્મારકો અને અધ્યતન શોપિંગ કોમ્પ્લેક્સો તથા મલ્ટીપ્લેક્ષ સિનેમાઘરો તેનો પુરાવો છે.
[ફેરફાર કરો] ઇતિહાસ
વડોદરાનો પ્રથમ ઐતિહાસિક ઉલ્લેખ ૮૧૨માં વટપદ્ર નામે થયેલો છે. આંકોટકા (આજનું અકોટા?) નામના શહેરની સમીપનું આ વટપદ્ર ગામનું મહત્વ દસમી સદીમાં વઘ્યું.
૧૭૨૧માં પીલાજી ગાયકવાડ મુઘલ સામ્રાજ્ય સામેથી વડોદરા ઉપર કબજો મેળવી વડોદરાને મરાઠી શાસન હેઠળ લાવ્યા. મરાઠી પેશ્વાએ ગાયકવાડને વડોદરા ઉપર વહીવટ કરવાનો હક્ક આપ્યો. ૧૭૬૧માં, મરાઠા સામ્રાજ્યના પેશ્વાનો અફધાનો સામે પાણીપતનાં યુધ્ધમાં પરાજય પછી વડોદરા નું શાસન ગાયકવાડો ના હસ્તક આવ્યું. ૧૮૦૨માં બ્રિટિશરો સાથે સંધિ પછી વડોદરા, બ્રીટીશ સામ્રાજ્ય હેઠળ સ્વતંત્ર ગાયકવાડી શાસન હસ્તક રહ્યું.
વડોદરાના રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસનો શ્રેય ગાયકવાડી રાજ્યના સુપ્રસિઘ્ઘ શાસક મહારાજા સયાજીરાવ ગાયકવાડ - ત્રીજાને ફાળે જાય છે. સયાજીરાવ ગાયકવાડે, ૧૮૭૫માં ગાદી સંભાળી. તેમણે વડોદરાનો શૈક્ષણિક વિકાસ - ફરજીયાત પ્રાથમિક શિક્ષણ, અધ્યતન પુસ્તકાલય, ઉચ્ચ શિક્ષણ માટે યુનિવર્સિટીની સ્થાપના દ્વારા કર્યો.. તેમણે ટેક્ષટાઇલ તથા અન્ય ઉદ્યોગોનો વિકાસ પણ કર્યો. ભારતનાં સ્વાતંત્ર્ય પછી તે સમયના વડોદરાના મહારાજાએ ભારત ગણરાજ્યમાં સામેલ થવાનો નિર્ણય કર્યો અને વડોદરા સ્વતંત્ર ભારતનાં મુંબઇ રાજ્ય હેઠળ આવ્યું. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના બાદ વડોદરા ગુજરાતનો ભાગ બન્યું.
[ફેરફાર કરો] જોવાલાયક સ્થળો
- લક્ષ્મી વિલાસ મહેલ
- મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય
- સયાજી બાગ
- સરદાર પટેલ પ્લેનેટેરીયમ
- EME મંદીર
- ISKCON મંદીર
- આજવા નીમેટા
- આઇપીસીએલ મંદિર
- સીંધરૉટ
- આઇનૉક્ષ મલ્ટીપ્લેક્ષ
- પીવીઆર દીપ મલ્ટીપ્લેક્ષ
- ચંદન મલ્ટીપ્લેક્ષ
- બરૉડા સેનટલ
[ફેરફાર કરો] બહિર્ગામી કડીઓ
ગુજરાતના જીલ્લાઓ |
---|
અમદાવાદ | અમરેલી | આણંદ | કચ્છ | ખેડા | ગાંધીનગર | જામનગર | જૂનાગઢ | ડાંગ | તાપી | દાહોદ | નર્મદા | નવસારી | પાટણ | પોરબંદર | પંચમહાલ | બનાસકાંઠા | ભરૂચ | ભાવનગર | મહેસાણા | રાજકોટ | વડોદરા | વલસાડ | સાબરકાંઠા | સુરત | સુરેન્દ્રનગર |
www.gujaratvigyanolympiad.org